મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠકને પગલે રાજયમાં બે દિવસ થી ચાલી રહેલી તબીબી હડતાળનો અંત આવ્યો છે .ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે આ આંદોલનકારી તબીબોની મોડી સાંજે બેઠક યોજાઈ હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સકારાત્મક અભિગમ અને રાજ્યના જરૂરતમંદ નાગરિકોની સારવાર સુશ્રુષાના વ્યાપક જન આરોગ્ય સંભાળ હિત ને ધ્યાનમાં લઈ તબીબોએ આંદોલનનો અંત લાવીને હડતાળ પરત ખેંચી લઈ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી મુખ્યમંત્રીએ આપી છે.