ગુજરાત : કચ્છ ની અંજાર વિધાનસભા બેઠક પર ભાજપ કચ્છ નાં એક મોટા ઉદ્યોગપતિ ને આપી શકે છે ટીકીટ..!


ગુજરાત : કચ્છ ની અંજાર વિધાનસભા બેઠક પર ભાજપ કચ્છ નાં એક મોટા ઉદ્યોગપતિ ને આપી શકે છે ટીકીટ..!હાલ રાજ્ય માં વિધાનસભા ચૂંટણી ને લઈને તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો ને લઈને આંતરિક સર્વે થી માંડી ને ગ્રાઉન્ડ લેવલ નાં આંતરિક રિપોર્ટ તૈયાર કરી રહી છે, ટોચ વિશ્વસનીય સૂત્રો નાં જણાવ્યા મુજબ ત્યારે કચ્છ ની અંજાર વિધાનસભા બેઠક પર હાલ ની સ્થિતિ મુજબ ભાજપ નાં ઉમેદવાર તરીકે બાબુ ભીમાં હુંબલ નું નામ હાલ ચર્ચા માં ચાલી રહ્યું છે, બાબુ ભીમા હુંબલ કચ્છ ના મોટા ઉદ્યોગપતિઓ પૈકી નાં એક છે અને આહીર સમાજ માં સારું પ્રતિનિધિત્વ ધરાવે છે, કચ્છ ની અંજાર બેઠક પર પણ આહીર સમાજ નું પ્રભુત્વ છે, કચ્છ ના દાનવીર વ્યક્તિઓ પૈકી બાબુ બી. હુંબલ એક છે, દરેક આપત્તિઓ માં તેમણે કચ્છ ની જનતા માટે નીસ્વાર્થ ભાવે સેવા કરી છે સાથેજ તેઓ ભારતીય યાદવ આહીર મહાસભા નાં ગુજરાત પ્રમુખ ની સાથે અનેક સામજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ માં સક્રિય છે, ત્યારે આહીર સમાજ માંથી આવતા બાબુ ભીમા હુંબલ ગત વર્ષે પણ ભાજપ માંથી ચૂંટણી લડવા ની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ત્યારે ભાજપ એ રનિંગ ધારાસભ્ય વાસણ આહીર ને ટીકીટ આપી હતી, અને વાસણ આહીર ફરી એક વખત ચૂંટાઈ અને અંજાર નાં ધારાસભ્ય બન્યા, હાલ ભાજપ નાં ટોચ વિશ્વસનીય સૂત્રો નાં જણાવ્યાં મુજબ ભાજપ હવે આ સીટ પર નવા ઉમેદવાર ને ટીકીટ આપવા માંગે છે અને વાસણ આહીર નાં બદલે હવે આહીર સમાજ માં પ્રભુત્વ ધરાવતા અને સામજિક અને રાજકીય પાસાઓ માં ફીટ બેસે એવા ઉમેદવાર ને શોધી રહી છે, ત્યારે હાલ ભાજપ નાં આંતરિક સૂત્રો નાં મુજબ અત્યાર ની સ્થિતિ ને જોતા ભાજપ માં બાબુ ભીમા હુંબલ નું નામ અંજાર વિધાનસભા સીટ માટે મોખરે ચાલી રહ્યું છે.