12.2 C
New York
Sunday, September 8, 2024

Buy now

માઈટી માઉન્ટ ફ્રેન્ડશીપ પીકનો રાજન કાપડિયાનો એક અદભુત અનુભવ

હું રાજન કાપડિયા અમદાવાદમાં રહું છું. હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૭,૩૫૮ ફૂટની ઊંચાઈએ સ્થિત આ શિખર માઉન્ટ ફ્રેન્ડશીપ વિશે મને જાણવા મળ્યું. આ શિખર કેવી રીતે સર કરવું? શિખર સર કરવા માટે શું જરૂરી છે? તે અંગે મે તમામ સંશોધનો કર્યા ૩ મહિનાની તાલીમ પછી આખરે ૧૬મી જૂને આ પવિત્ર શિખર સર કરવા સફરની શરૂઆત કરી. ઘણી વખત હવામાન અમારી તરફેણમાં ના હોવાને કારણે તે સફર ખૂબ જ ડ્રામેટીક અને રોમાંચક રહ્યુ હતું તેમ છતાં પ્રિયજનોની પ્રાર્થનાઓ મહદ અંશે કામ કરી ગઈ, કે દરેક અવરોધોને પાર કરીને અમે જેનું સ્વપ્ન જોયું હતુ તે મિશનને પરિપૂર્ણ કરવામાં અમે સફળ રહ્યા. અમે અંજની મહાદેવ(૮,૫૩૦ ફૂટ) માટે ટ્રેકની શરૂઆત કરી ત્યારબાદ અમે લેડી લેગ બેઝ કેમ્પ(૧૨,૬૦૦ ફૂટ) અને બિયાસ કુંડ(૧૨,૭૭૨ ફૂટ) પહોંચ્યા. અમે ત્યા પહોંચીને આવા ચઢાણ માટે જરૂરી તમામ તકનીકી જ્ઞાન તેમજ સંપૂર્ણ તાલીમ મેળવી હવામાન હજૂ પણ અનુકૂળ ન હતુ તો પણ અમે ટ્રેક ચાલુ રાખીએ છીએ અને એડવાન્સ બેઝ કેમ્પ એટલે કે સમિટ કેમ્પ(૧૪૦૦૦ ફૂટ) સુધી પહોંચીએ છીએ. અમે રાત્રિના સમયે સમિટ પુશ શરૂ કરવાના હતા પરંતુ બપોરથી શરૂ થયેલ ભારે બરફના તોફાને અમને તે દિવસે શિખર પર જવાની મંજૂરી ન આપી . પ્રયત્ન કર્યા વિના જ નિષ્ફળ જતા જોવાનું અમારા માટે ખૂબ જ નિરાશાજનક હતું. બીજા દિવસે કઈ પણ કરી અમે બફર ડે લેવામાં સફળ રહ્યા, તે પણ કરા સાથે પડતાં વરસાદમા પરંતુ તે રાત્રે અમને થોડા સમય માટે થોડું અનૂકૂળ વાતાવરણ મળતાં અમે લગભગ -૧૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાત્રે ૧૨ વાગ્યે સમિટની શરૂઆત કરી અને અમે સવારે ૭.૧૫ કલાકે સમિટ પર પહોંચ્યા. જ્યારે અમે સમિટ તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે આ બધું જ માઈન્ડ પ્રોસેસ પર આધારિત હતું જે અમારા મગજમાં ચાલી રહ્યુ હતું. શિખર પર અનુભવેલ લાગણીઓનું ઘોડાપુર અવિસ્મરણીય હતું. માઉન્ટ ફ્રેન્ડશીપ પીક સમિટ(૧૭૩૫૮ ફૂટ) પર હજારો લાગણીઓ વિસ્ફોટ થઈને બહાર આવી રહી હતી. આ સિઝનનો સમિટ રિશિયો ખૂબ જ ઓછો છે. લગભગ ૩૫% જે આ એક્સ્પિડિશનની મુશ્કેલી સ્તર સૂચવે છે, જેમ ગાંધીજી કહે છે કે ” A man is product of his thoughts, what he thinks he becomes” મારી સફર કંઈક આવી જ હતી. તેમજ હું વ્યક્તિગત રીતે નેપાળી પર્વતારોહક નિમ્સ દાઈથી ખૂબ જ પ્રેરિત હતો, તેમના આ શબ્દો મને હંમેશા ઈગ્નાઈટ કરે છે ” Giving up is not in a blood sir”

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
4,950સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles