ગાંધીનગર ખાતે પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ હેઠળની વિકાસ કમિશનર કચેરીનું આજે પંચાયત વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ઉદ્દઘાટન કર્યું હતું. નવી કચેરીનું ઉદઘાટન થતા હવેથી વિકાસ કમિશનરની કચેરી કર્મયોગી ભવનના બ્લોક-૩માં કાર્યરત થશે.આ પ્રસંગે અગ્ર સચિવ મોના ખંધારે સૌ અધિકારી કર્મચારીઓને અભિનંદન પાઠવીને અદ્યતન સુવિધા ધરાવતી કચેરીમાં વધુ નિષ્ઠાપૂર્વક કામ કરવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે વિકાસ કમિશનર હિતેશ કોયા, અધિક વિકાસ કમિશનર ડૉ. ગૌરવ દહિયા તેમજ અર્જુનસિંહ રાઠોડ, પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલ સહિત વિકાસ કમિશનર કચેરીના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.