સરકારી વાણિજ્ય કોલેજ ગાંધીનગર ખાતે નવરાત્રી મહોત્સવ “રમઝટ 2022” નું આયોજન કરવામાં આવેલ હતું. જેનું સંચાલન પ્રો. ફાલ્ગુનીબેન મેસરવાલા તેમજ પ્રો. નિર્મિત રાઠોડ દ્વારા કરવામાં આવેલ હતું. આ નવરાત્રી મહોત્સવમાં કોલેજના ઉપરાંત કોલેજ આસપાસના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ભાગ લઈને માં અંબાની આરાધના કરી હતી. આ નવરાત્રી ગરબા મહોત્સવ અંતર્ગત બેસ્ટ ડ્રેસિંગ, બેસ્ટ પ્લેયર અને બેસ્ટ પ્લેબેક સિંગરના ઇનામો એનાયત કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.