13.7 C
New York
Sunday, September 8, 2024

Buy now

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત તા. ૦૭ થી ૦૯ ઓકટોબર દરમ્યાન સાયકલીંગ(રોડ) સ્પર્ધા ચ-૦ સર્કલ થી ખોરજ કન્ટેનરનો રસ્તો બંધ રહેશે.

૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત તા. ૦૭ થી ૦૯ ઓકટોબર દરમ્યાન સાયકલીંગ(રોડ) સ્પર્ધા ચ-૦ સર્કલ થી ખોરજ કન્ટેનરનો રસ્તો બંધ રહેશે.

૦૭ ઓકટોબરને સવારે ૫.૦૦ કલાકથી ગાંધીનગર થી અમદાવાદ તરફ જતો એક તરફનો માર્ગ બંઘ થશે. : આ માર્ગ તા. ૦૯ ઓકટોબરને બપોરના ૨.૦૦ કલાકથી રાબેતા મુજબ ચાલુ થશે.ગાંધીનગર જિલ્લા નિવાસી અઘિક કલેકટરશ્રીએ જાહેરનામું બહાર પાડી તા. ૦૭ થી ૦૯ ઓકટોબર સુઘી ચ-૦ થી ખોરજ કન્ટેનર સુઘીનો માર્ગ બંઘ કરવાનો હુકમ કર્યો.

૩૬ મી નેશનલ ગેમ્સ, ગાંધીનગર ખાતે યોજાઇ રહી છે. જે અંતર્ગત તા. ૦૭ થી ૦૯ ઓકટોબર, ૨૦૨૨ દરમ્યાન સાયકલીંગ(રોડ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ચ-૦ ઇન્દ્રોડા સર્કલ થી ખોરજ કન્ટેનર કટ સુઘીના માર્ગ પર યોજાશે. આ સ્પર્ધા અંતર્ગત અધિક નિવાસી કલેકટરશ્રીએ એક જાહેરનામું બહાર પાડી આ માર્ગ પર ગાંધીનગર થી અમદાવાદ તરફ જતો એક તરફનો માર્ગ તમામ વાહન વ્યવહાર માટે બંઘ કરવાનો હુકમ કર્યો છે. આ માર્ગ તા.૦૭મી ઓકટોબરના રોજ સવારના ૫.૦૦ કલાકથી બંઘ થશે. તા. ૦૯મી ઓકટોબર, ૨૦૨૨ના બપોરના ૨.૦૦ કલાક સુઘી બંઘ રહેશે. ૩૬મી નેશનલ ગેમ્સ આ વર્ષે ગુજરાત રાજયમાં યોજાઇ રહી છે. આ ગેમ્સની અનેક રમતો ગાંધીનગરના આંગણે ચાલી રહી છે. ૩૬મી નેશનલ ગેમ્સની સાયકલીંગ (રોડ) ઈવેન્ટ આગામી તા. ૦૭ થી ૦૯ ઓકટોબર, ૨૦૨૨ દરમ્યાન યોજાનાર છે. આ સાયકલીંગું સ્પર્ધાનું સુચારુ આયોજન થઇ શકે તે માટે ગાંધીનગર જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી રીતુ સિંગ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને ચ- ૦ ઇન્ટ્રોડા સર્કલ થી ખોરજ કન્ટેનર સુઘીનો માર્ગ બંઘ કરવાનો હુકમ કર્યો છે. આ માર્ગ પર ગાંધીનગર થી અમદાવાદ જવાનો એક માર્ગ તા. ૦૭મી ઓકટોબરને સવારના ૫.૦૦ કલાકથી બંઘ કરવામાં આવશે. જે માર્ગ તા. ૦૯મી ઓકટોબર, ૨૦૨૨ ના રોજ બપોરના ૨.૦૦ કલાકથી રાબેતા મુજબ ચાલુ થશે. ઉપરોક્ત તારીખ દરમ્યાન આ માર્ગ પર વાહન વ્યવહાર ઇન્દ્રોડા સર્કલથી શાહપુર સર્કલથી જમણી બાજુ વાળી રિલાયન્સ સર્કલ થઇ ખ-૦ થી ડાબી બાજુ વાળી સર્વિસ રોડ પરથી ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુવાળી બાલાપીર ચોકડીથી સીઘા ઝુંડાલ સર્કલથી જમણી બાજુવળી એસ.પી.રીંગ રોડ થઇ વૈષ્ણોદેવી સર્કલ તરફ પ્રવેશી શકશે.તેમજ ઘ-0 બ્રિજ નીચેથી સર્વિસ રોડ પર થઇ ખ-૦ થઇ ઉવારસદ બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી બાલાપીર ચોકડીથી સીધા ઝુંડાલ સર્કલથી જમણી બાજુ વળી એસ.પી. રીંગરોડ થઇ વૈષ્ણોદેવી સર્કલ તરફ પ્રવેશી શકે તે પ્રમાણે ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્યક્તિ કાયદાકીય રીતે શિક્ષાને પાત્ર ઠરશે.

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
4,950સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles