26 C
New York
Saturday, July 27, 2024

Buy now

ગુજરાતને પ્રાધાન્ય:દેશનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ 2025-26 સુધી 535 અબજ ડોલરને આંબશે, ગુજરાત રોકાણ કેન્દ્ર બન્યું

ગુજરાત હવે સમગ્ર દેશમાં રોકાણ માટેનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાત અત્યારે રોકાણકારો માટે પહેલી પસંદગી બની છે. ગુજરાતમાં રોકાણ માટે સહાયક માળખાકીય સુવિધાઓ, સાહસિક કૃષિ સમુદાય અને ટ્રેન, હાઇવે અને બંદરોની સરળ ઉપલબ્ધતાને કારણે વધુને વધુ રોકાણકારો ગુજરાતને પ્રાધાન્ય આપી રહ્યાં છે. ગુજરાતના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ આવી રહ્યું છે. ગુજરાત દેશમાં જીરું અને વરિયાળીના ઉત્પાદનનું ટોચનું ઉત્પાદક છે.

ગુજરાતમાં શાકાહારી પ્રોડક્ટ્સના વેચાણ માટે વિપુલ તકો: ફૂડ્સ એન્ડ ઇન્સ

ગુજરાત અને ફૂડ્સ એન્ડ ઇન્સ અનેક સામ્યતાઓ ધરાવે છે. ગુજરાતીઓ મુખ્યત્વે શાકાહારી છે, તેથી જ ગુજરાતીઓને માત્રને માત્ર 100% શાકાહારી વસ્તુઓ જ ઓફર કરીએ છીએ તેમજ પર્યાવરણને અનુકૂળ નવીન ખાદ્ય ઉત્પાદનો ડિલીવર કરીએ છીએ.

ગુજરાતમાં રહેલી રોકાણ માટેની વિપુલ તકો અને કંપનીના રાજ્ય સાથેના જોડાણ અંગે સમજાવતા ફૂડ્સ એન્ડ ઇન્સ લિ.ના એમડી મિલન દલાલે જણાવ્યું હતું કે, ગુજરાત સબસિડી, પ્રોત્સાહનો તેમજ વળતરની દૃષ્ટિએ શ્રેષ્ઠ તકો પૂરી પાડે છે. પરંતુ, 1980ના દાયકાની શરૂઆતમાં જ્યારે અમે વલસાડમાં કોકા-કોલા મેંગો કેનિંગ લાઇનને હસ્તગત કરી હતી ત્યારથી ગુજરાત સાથે જોડાણ છે.

તમે તમારા ગ્રાહકોને જરૂરિયાત પ્રમાણે પ્રોડક્ટ્સ પૂરી પાડી શકો તે માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તમારી ટેક્નોલોજી સાથે સુસંગત હોય તે આવશ્યક છે. જ્યારે 1971માં કંપનીએ માર્કેટમાં પ્રવેશ કર્યો ત્યારે કંપનીએ ભારતીય સૈન્યને પ્રોટિન, વિટામિન અને મિનરલ્સનો પોષક સ્ત્રોત મળી રહે તે ઉદ્દશ્યે સાથે ડ્રાઇડ એગ પાઉડરની સુવિધાની શરૂઆત કરી હતી.

આ પ્રોડક્ટ્સની આવરદા વધુ હતી તેમજ તેના માટે રેફ્રિજેરેટરની અનિવાર્યતા પણ નહોતી તેમજ ઊંચા પહાડી વિસ્તારો પર પણ તેને સરળતાપૂર્વક સપ્લાય કરી શકાતો હતો. પરંતુ હવે કંપની 100% શાકાહારી પ્રોડક્ટ્સ વેચવા માટે પ્રતિબદ્વ હોવાથી અમે વધુ આવરદા ધરાવતા તેમજ ગુણવત્તાયુક્ત પેકેજ્ડ ફૂડ્સના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.

કોવિડની મહામારી બાદ ખાસ કરીને પેકેજ્ડ ફૂડ્સ અને નાસ્તાની માંગ વિશિષ્ટ રીતે વધી છે જેને કારણે અમારા સ્પ્રે ડ્રાઇડ પ્રોડક્ટ કેટેગરીની માંગ પણ વધી છે. અમારું નવું બ્રાઉનફિલ્ડ વિસ્તરણ જે અમારી ડ્રાઇડ પ્રોડક્ટ્સની વર્તમાન ક્ષમતાને બમણી કરશે, તે સપ્ટેમ્બર 2022માં શરૂ થઇ જશે.

વર્ષ 2030 સુધીમાં ઘરગથ્થુ વપરાશ 3 ગણો વધશે

દેશના ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં વિપુલ પ્રમાણમાં તકો રહેલી છે. વર્ષ 2030 સુધીમાં ઘરગથ્થુ વપરાશ ત્રણ ગણો વધી જશે તેમજ દેશનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વર્ષ 2025-26 સુધીમાં વધતી માંગને પગલે 535 અબજ ડોલરને આંબશે તેવી સંભાવના છે. કંપની છેલ્લા 50 વર્ષથી ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં અગ્રેસર છે. કંપનીનું વેચાણ જૂન 2022ના ક્વાર્ટર દરમિયાન વાર્ષિક 50.85%ની વૃદ્વિ નોંધાવી હતી. કંપનીએ જ્યારે સ્થાપનાના 50 વર્ષની ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહી છે ત્યારે કંપનીએ વાર્ષિક સ્તરે સૌથી વધુ ટર્નઓવર અને વૃદ્વિ હાંસલ કરીને એક સિદ્વિ નોંધાવી છે.

Newspaper WordPress Theme
People out on the streets again

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
4,880સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles