સામાન્ય રીતે અનેક સાઈટ્સ પર લોગ-ઈન માટે ગૂગલ એકાઉન્ટ કે મોબાઈલ નંબર ઉપરાંત ફેસબુક એકાઉન્ટનો પણ વિકલ્પ રહે છે. પણ હવે આ વિકલ્પ ધીમે ધીમે હટાવાઈ રહ્યો છે. મોટી બ્રાન્ડ્સ જેમ કે ડેલ, બેસ્ટ બાય, ફોર્ડ મોટર, નાઈકે, પોટરી બાર્ન, પેટાગોનિયા અને એમેઝોનની વીડિયો સ્ટ્રીમિંગ પરથી આ વિકલ્પ હટાવી દેવાયો છે.
ડેલના મુખ્ય ડિજિટલ અને માહિતી અધિકારી જેન ફેલ્ચે તેની પાછળ તર્ક આપ્યો કે લોકોએ સુરક્ષાના કારણોસર સાઈટનો ઉપયોગ બંધ કરી દીધો છે. તેમને લાગે છે કે ફેસબુક એકાઉન્ટથી લોગ-ઈન કરવાથી તેમની પ્રાઈવસી જોખમાશે.
ડિજિટલ આઈડેન્ટિટી મેનેજમેન્ટ ફર્મ લોગઈનરેડિયસના સીઈઓ રાકેશ સોનીએ કહ્યું કે પહેલા કંપનીઓ તેને લોગ-ઈનનું સરળ માધ્યમ માનતી હતી. તેના માધ્યમથી ફેસબુકને ખબર પડી જતી હતી કે યૂઝર તેનો સૌથી વધુ સમય કઈ સાઈટ પર વીતાવે છે અને તે કેવી વસ્તુઓ જુએ છે. તેનાથી ફેસબુક કન્ઝ્યૂમર બિહેવિયરને જાણવા લાગી હતી. એટલા માટે એ જ કે તેના જેવી જ વસ્તુઓ તેમને ફીડ કે જાહેરાતમાં બતાવતી હતી.
પરિણામે ગ્રાહકોને લાગ્યું કે આ તેમની પ્રાઈવસીની વિરુદ્ધ છે અને તેમણે સાઈટ્સ પર ફેસબુક એકાઉન્ટના માધ્યમથી લોગ-ઈન કરવાનું ઘટાડી દીધું.
ગૂગલ એકાઉન્ટથી લોગ-ઈન કરનારાની સંખ્યા વધી
લોગઈનરેડિયસના 2022ના રિપોર્ટ મુજબ ઉત્તર અમેરિકામાં ગૂગલ એકાઉન્ટના માધ્યમથી લોગ-ઈન કરવાનું લોકો સૌથી વધુ વિશ્વસનીય માને છે. 38.9% યૂઝર ગૂગલ એકાઉન્ટથી લોગ-ઈન પસંદ કરે છે. 2019ની તુલનાએ તેમની સંખ્યા 1.5% વધી છે. જ્યારે ફેસબુકથી 38.7% યૂઝર લોગ-ઈન કરે છે, તેમની સંખ્યા 5% સુધી ઘટી છે.