ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબરમાં યોજાનારા T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે, જેમાં કુલ 15 ખેલાડીને ટીમમાં સ્થાન મળ્યું છે. તો ચાર અન્ય ખેલાડીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. T20 વર્લ્ડ કપનો પ્રારંભ 16 ઓક્ટોબરથી થશે. તો ભારતીય ટીમ તેની પહેલી મેચ 23 ઓક્ટોબરે કટ્ટર હરીફ એવા પાકિસ્તાનની સામે રમશે. આ અગાઉ 10 ઓક્ટોબરથી વોર્મઅપ મેચ રમાશે, જેમાં ટીમ ઈન્ડિયા 2 વોર્મઅપ મેચ (17 ઓક્ટોબર અને 19 ઓક્ટોબર) પણ રમશે.
તો ચાલો… જાણીએ આ 3 ગુજ્જુ પ્લેયર્સ વિશે…
T20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરાયેલા કુલ 15 પ્લેયર્સમાંથી 4 તો ગુજરાતી પ્લેયર્સ છે. આ બતાવે છે કે ક્રિકેટના ફિલ્ડમાં ગુજરાતી ખેલાડીઓની બાલબાલા રહી છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને હર્ષલ પટેલ T20 વર્લ્ડ કપ માટેની સ્ક્વોડમાં છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર પેસર જસપ્રીત બુમરાહ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી રમે છે. તેનો જન્મ અમદાવાદમાં થયો હતો. બુમરાહ હાલ ટીમનો મુખ્ય પ્લેયર છે. તે BCCIના A+ કોન્ટ્રેક્ટમાં આવે છે. આ કોન્ટ્રેક્ટમાં રોહિત શર્મા, વિરાટ કોહલી પછી ત્રીજા નંબરે તે આવે છે. જસપ્રીત બુમરાહના T20 ઈન્ટરનેશનલમાં આંકડા જોરદાર છે.
ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જન્મ સુરત પાસેના ચોર્યાસીમાં થયો હતો. તે હાલ બરોડા ક્રિકેટ એસોસિયેશન તરફથી રમે છે. બુમરાહની જેમ હાર્દિક પણ ટીમનો મુખ્ય ખેલાડી છે. તે હાલ શાનદાર ફોર્મમાં છે. તે બેટિંગમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમને સંભાળે છે, તો જરૂર પડે ટીમને સારું ફિનિશિંગ પણ અપાવે છે.
હાર્દિક પંડ્યાના T20 આંતરરાષ્ટ્રીયમાં આંકડા સારા છે. આમ તો તે બેટિંગ ઓલરાઉન્ડર છે, પરંતુ તેના બોલિંગમાં પણ સારા આંકડા છે. તેણે 70 મેચમાં 54 વિકેટ ઝડપી છે. તેની બેસ્ટ બોલિંગ ફિગર્સ 4/33ની રહી છે. તો તેણે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. હાર્દિક પંડ્યા સારું ફિનિશિંગ કરીને ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી દે છે અથવા તો ટાર્ગેટને ચેઝ કરી દે છે. હાલમાં જ એશિયા કપમાં તેણે શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન આપ્યું હતું. પાકિસ્તાન સામેની મેચમાં તેણે બોલિંગમાં 3 વિકેટ લીધા ઉપરાંત 17 બોલમાં 33 રન ફટકારીને ટીમને જિતાડી દીધું હતું. આમ હાર્દિક પંડ્યા પર સૌની નજર રહેશે.
3. અક્ષર પટેલ
ટીમ ઈન્ડિયામાં વધુ એક ગુજ્જુ પ્લેયરને વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું છે. અક્ષર પટેલનો જન્મ આણંદમાં થયો હતો. તે ગુજરાત ક્રિકેટ એસોસિયેશન તરફથી રમે છે. તેનું T20માં પર્ફોર્મંસ શાનદાર છે. બોલિંગમાં તે ઘણો જ ઇકોનોમિકલ રહે છે. તે બેટરને એક સાઈડથી જકડીને રાખે છે. બેટરને આસાનીથી રન બનાવવા દેતો નથી. અક્ષર પટેલે ટીમ ઈન્ડિયા માટે T20માં 26 મેચમાં 28.33ની એવરેજથી 21 વિકેટ લીધી છે.
અક્ષર પટેલને આમ તો ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાની જગ્યાએ સ્થાન મળ્યું છે. અક્ષર પટેલને બોલિંગ ઓલરાઉન્ડર ગણવામાં આવે છે. જોકે તે છેલ્લા થોડા સમયથી બેટિંગમાં પણ કમાલનું પ્રદર્શન કરી રહ્યો છે. તેણે હાલમાં જ વેસ્ટઈન્ડીઝ સામે રમાયેલી વન-ડે મેચમાં 64* રન બનાવીને મેચને પલટી નાખી હતી. તો આ વર્ષના IPLમાં પણ તેણે MI સામેની મેચમાં 17 બોલમાં 38* રન બનાવીને પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સને જીતાડી દીધું હતું. આમ આને કારણે તે T20 વર્લ્ડ કપમાં ટીમ માટે મહત્ત્વનો પ્લેયર છે.