18.3 C
New York
Friday, October 11, 2024

Buy now

ગુજરાતનો સૌથી મોટો સ્પોર્ટ્સ કાર્નિવલ:અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્રીમાં ચાર દિવસ જાજરમાન જલસો, નામાંકિત કલાકારો કરશે લાઇવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ

ગુજરાતમાં 36 નેશનલ ગેમ્સ રમાવા જઈ રહી છે. નેશનલ ગેમ્સના આયોજન પહેલાં અમદાવાદ શહેરમાં ઇતિહાસમાં પહેલીવાર સૌથી મોટો સ્પોર્ટ્સ કાર્નિવલ સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાશે. 15 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા આ સ્પોર્ટ્સ કાર્નિવલમાં વિવિધ પ્રકારની રમતો, લાઈવ મ્યુઝિકલ ઇવેન્ટ, ફૂડ ફેસ્ટિવલ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. ચાર દિવસ યોજાનારા સ્પોર્ટ્સ કાર્નિવલમાં અમદાવાદીઓ કબડ્ડી, જુડો, મલખમ, સ્કેટિંગ, ફૂટબોલ વગેરે જેવી રમતો જોવાની મજા માણી શકશે. નેશનલ ગેમ્સ મેસકોર્ટ, ફૂડ કોર્ટ, સેલ્ફી પોઇન્ટ પણ ઊભો કરવામાં આવશે.

અમદાવાદીઓને ખરેખર મજા પડે એવું આયોજન

નેશનલ ગેમ્સ યોજાય એ પહેલાં ખેલાડીઓ પ્રોત્સાહિત તેમજ પ્રમોશન માટે પ્રીઇવેન્ટ તરીકે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે ચાર દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલમાં નામાંકિત કલાકારો દ્વારા ચાર દિવસ લાઈવ મ્યુઝિકલ પર્ફોર્મન્સ, સ્પોર્ટ્સ થીમ આધારિત પર્ફોર્મન્સ, વેસ્ટર્ન ડાન્સ પર્ફોર્મન્સ, વિવિધ રમતો, ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમની મજા માણી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે.

સાંજના 5થી 8.30 વાગ્યા સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

સાંજે 5 વાગ્યાથી રાત્રે 8.30 વાગ્યા સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પોર્ટ્સ કાર્નિવલમાં લોકો માટે એન્ટ્રી ફ્રી રહેશે. સ્કૂલ-કોલેજ અને રાજ્ય લેવલે રમી ચૂકેલા વિવિધ ખેલાડીઓ કબડ્ડી, જુડો, મલખમ જેવી રમતોમાં ભાગ લેશે. યોગા, ઝુમ્બા, એરોબિક્સ વગેરે પણ પર્ફોર્મન્સ કરવામાં આવશે.

PM મોદીની હાજરીમાં યોજાશે નેશનલ ગેમ્સનો ઉદઘાટન સમારોહ

ગુજરાતનાં સાત મહાનગરમાં 36 જેટલી રમતો માટે 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોમ્બર સુધી 36મી નેશનલ ગેમ્સ યોજાવવાની છે, જેમાં 7000 વધુ ખેલાડીઓ ભાગ લેશે. અમદાવાદમાં મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેશનલ ગેમ્સનો ભવ્ય ભવ્યાતિ ઉદઘાટન સમારોહ યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. 12 દિવસ માટે ગુજરાત સ્પોર્ટ્સમય સ્ટેટ બનવા જઈ રહ્યું છે, જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધારે 16 જેટલી રમતો આઠ જેટલાં સ્થળોએ યોજાવવાની છે. સાબરમતી રિવરફ્રન્ટ, કેન્સવિલે, કાંકરિયા ટ્રાન્સેડિયા સ્ટેડિયમ, શાહીબાગ પોલીસ સ્ટેડિયમ, સંસ્કારધામ, રાઇફલ કલબ અને ક્રાઉન શૂટિંગ અને સ્પોર્ટ્સ એકેડમી ખાતે રમતો યોજાશે.

સ્પોર્ટ્સ પર્સનને લઈ જવા 200 ઇલેક્ટ્રિક બસ મુકાશે

નેશનલ ગેમ્સને લઈ અમદાવાદના એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર બ્રાન્ડિંગ કરવામાં આવશે. એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે. રમતનાં તમામ સ્થળો પર સીસીટીવી કંટ્રોલરૂમ અને સ્ટેટ કંટ્રોલરૂમ ઊભા કરવામાં આવશે. દરેક લોકેશન પર સાઈન બોર્ડ પણ મૂકવામાં આવશે. નેશનલ ગેમ્સના સેલ્ફી પોઇન્ટ પણ દરેક રમતના સ્થળ પર મુકાશે. દરેક રમતવીરને લાવવા લઈ જવા માટે અમદાવાદમાં 200 જેટલી ઈલેક્ટ્રિક બસો પણ મૂકવામાં આવશે.

Newspaper WordPress Theme
People out on the streets again

Related Articles

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

Stay Connected

0ચાહકોજેવી
0અનુયાયીઓઅનુસરો
0અનુયાયીઓઅનુસરો
5,000સબ્સ્ક્રાઇબર્સસબ્સ્ક્રાઇબ
- Advertisement -spot_img

Latest Articles