ગાંધીનગરના કોબા ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે આજે વિધાનસભા 2022 ની ચૂંટણીના ઉમેદવાર માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ રહી છે. જેમાં આજે કુલ 47 વિધાનસભાના બેઠકોના ઉમેદવારોના નામોને લઈને ચર્ચા કરવામાં આવશે.13 જિલ્લાની 47 બેઠકોના ઉમેદવારોની યાદી તૈયાર થશે. અરવલ્લીની 3, સાબરકાંઠાની 4, મહીસાગરની 3, બનાસકાંઠાની 9, ડાંગની 1, વલસાડની 5, તાપીની 5, સુરેન્દ્રનગરની 5, પોરબંદરની 2 નર્મદાની 2, મોરબીની 3 બેઠક, રાજકોટ શહેરની 3 બેઠકો પર ચર્ચા થશે આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી. આર .પાટીલ તેમજ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય ઉપસ્થિત.