ગાંધીનગર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઓગસ્ટ મહિનામાં 170 જેટલી રજૂઆતો આવી હતી જેમાંથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બાર રજૂઆતો સંવેદના પૂર્વક પ્રત્યેક સાંભળી હતી. તેમજ જનસંપર્ક એકમ દ્વારા 160 જેટલી રજૂઆતો જિલ્લા તંત્ર અને સરકારના વિભાગને મોકલીને યોગ્ય કાર્યવાહી માટે સૂચના સાથે મોકલવામાં આવી છે જિલ્લા સ્વાગતમાં 1529 અને તાલુકા સ્વાગતમાં 2701રજૂઆત આવી હતી.


