જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે ભારે વરસાદના પરિણામે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં એક યુવક થાંભલા પર ચડી ગયા હતા .આ અંગે જાણ થતાં સાંસદ પૂનમબેન માડમ ઘટના સ્થળ પર પહોચ્યા હતા. કલેક્ટ બી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્રની ટીમ દ્વારા એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લઇ રેસ્ક્યુ કરી વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા છે.