ગાંધીનગર પથિકાશ્રમ એસટી ડેપો ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા બે દિવસ અગાઉ તેઓએ રાજ્યના બસ ડેપો પર સ્વચ્છતા અભિયાન ની શરૂઆત કરાવી હતી. જેમાં એસટી બસ ડેપો અને બસની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તે માટે *શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અને આવી દાદાની સવારી એસટી અમારી* સ્લોગન સાથે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે બસ સ્ટેન્ડો ની અંદર સ્વચ્છતા જળવાઈ રહે તેમ જ પાણી ટોયલેટ સહિતની સુવિધાઓ મુસાફરોને મળે છે કે નહીં તે જોવા માટે વાહન વ્યવહાર મંત્રી ગાંધીનગર પ્રથિકાશ્રમ એસટી ડેપો ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેઓએ નાગરિકોને પણ બસમાં સ્વચ્છતા જાળવી રાખવી તેમજ કચરો કે ગંદકી ના ફેલાવવા માટે અપીલ કરી હતી. સાથે જ તેઓએ ગાંધીનગર એસટી ડેપોની નિરીક્ષણ પણ કર્યું હતું.
ગાંધીનગર એસટી ડેપોમાં મંત્રી સંઘવીએ સરપ્રાઈઝ વિઝીટ કરી
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર એસટી ડેપોમાં સુવિધાઓ અને સ્વચ્છતા સહિતનું બાબતોનું નિરીક્ષણ કર્યું સાથે જ મુસાફરો સાથે વાતચીત પણ કરી.