દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધુમથર ગામેથી ૦૪ લોકોનું હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યું.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શનમાં કલેકટર જી.ટી.પંડ્યાના દિશા દર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ છે.ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ લીધે પાણીની પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી ૦૪ વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.