કચ્છ જિલ્લા માં ભારે વરસાદ અને સંભવિત વાવાઝોડા ની આગાહી ને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાથી સીધા ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા છે.જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને તેમણે આ કુદરતી આફત સામે તંત્રની સજજતાની સમીક્ષા કરી .આ આફત થી લોકો ને બચાવી શકાય તે માટે જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવા મુખ્યમંત્રીશ્રીએ સૂચનાઓ આપી છે.મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ આ બેઠકમાં જોડાયા છે.