વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એવો અમદાવાદ મેટ્રોને ગાંધીનગર મહાત્મા મંદિર સુધી લંબાવવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી 2024 પહેલાં આ રન ચાલુ થાય તે માટે હાલ પૂરજોશમાં કામગીરી ચાલુ છે. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મેટ્રો રેલ ફેસ 2 ની મોટેરા થી ગાંધીનગર ના રૂટ પર સી 2 પ્રોજેક્ટના સાડા છ કિલોમીટર માર્ગ નું વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે મુખ્ય સચિવ રાજકુમાર મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ સચિવ કે.કૈલાસનાથન મુખ્યમંત્રીના સલાહકાર ડોક્ટર હસમુખ અઢિયા અને મેટ્રો રેલ કોર્પોરેશનના ચેરમેન અને મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ.રાઠોર અને વરિષ્ઠ સચિવ અને અધિકારીઓ સાથે રાખીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભાજીપુરા થી ચ-2 સુધીના ધોળાકુવા રાદેસણ ગિફ્ટ સિટી સહિતના વિસ્તારોમાં થઈ રહેલી નિર્માણ કામગીરીની સ્થળ મુલાકાત લીધી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ મહત્વની કામગીરી એવી વિશાળથી નર્મદા કેનાલ થઈને કોબા સર્કલ ના રૂટ પર થઈ ગયેલી નિર્માણ કામગીરીની પણ નિરીક્ષણ કરી મુલાકાત લીધી હતી અને ટેકનિકલ વિગતો પણ મેળવી હતી.